દયારામની કવિતામાં તત્વબોધ
દયારામની કવિતામાં તત્વબોધ તરુણ મહેતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરતાં તેમાં મુખ્યત્વે બે પરંપરા વધુ પ્રચલિત હતી (1) શૈવ અને (2) શાક્ત. પરંતુ શંકરાચાર્યના દ્વૈતમતને જ્ઞાનની અનિવાર્યતા રહી વળી, તેમાં બ્રાહ્મણ જ્ઞાતિનું પ્રાધાન્ય રહ્યું. શાક્ત પરંપરા બહુધા દક્ષિણ ભારતમાં પ્રચલિત થઈ પરંતુ વલ્લભાચાર્ય (૧૪૭૯-૧૫૩૧) ના સમયમાં તત્વજ્ઞાનની વિશેષધારા શુદ્ધાદ્વૈત નામે પ્રચલિત થઈ જે સમયાંતરે વૈષ્ણવ પરંપરામાં પુષ્ટિમાર્ગ તરીકે જાણિતી બની. વલ્લભાચાર્યના આ શુદ્ધાદ્વૈત દર્શનમાં અનેક ભક્ત કવિઓએ સર્જનયાત્રા કરી પરંતુ ગુજરાતીમાં મધ્યકાલીન અંતિમ ધૃવતારક સમા દયારામે જે રચનાઓ કરી તેને આજે પણ ‘ગૌરવવંતી ગુજરાતી ગિરાના પ્રસાદ’ તરીકે ઓળખાવી શકાય. દયારામ વિશે ઘણું લખાયું છે અને કેટલાંક આધારભૂત સ્ત્રોત મળે છે વળી ક્યાંક વિરોધાભાસ પણ પ્રગટે છ...